
મોરબી જિલ્લામાં લાંબા સમયથી બેફામ બનેલા ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. વાંકાનેર તાલુકા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરીને ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને ઓવરલોડ વહન કરતા ચાર ડમ્પરને ઝડપી પાડી 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બાબથે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં સોય હોય દરમ્યાન ગેરકાયદેસર રીતે અને ક્ષમતા કરતા વધુ (ઓવરલોડ) ખનીજ ભરીને પસાર થતા શંકાસ્પદ વાહનો પોલીસની નજરે ચડ્યા હતા. પોલીસે આ વાહનોને અટકાવીને તપાસ કરતા તેમાં ગેરકાયદેસર ખનીજ વહન થતું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વાહનોને કબ્જે લીધા હતા…

આ બનાવમાં પોલીસે અશોક લેલન કંપનીના કુલ 4 ડમ્પર જપ્ત કરીને ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની આ આકરા કામગીરીથી મોરબી જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વોને મોટો ફટકો પડ્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



