વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પશુપ્રત્યે ઘાતકીપણાના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે મુંબઈથી ઝડપી પાડી આરોપીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં નોંધાયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફ ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. કલમ-૪૨૯,૧૧૪ પશુ સંરક્ષણ ધારાની કલમ ૧૧ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇર્શાદ ઉર્ફે બંબૈયા ઇલીયાસભાઇ શેખ (રહે. જુહાપુરા, અમદાવાદ) હાલ મુંબઇ ખાતે રહેતો હોય,
જેના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ મુંબઇ ખાતે જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી ઇર્શાદ ઉર્ફે બંબૈયા ઇલીયાસભાઇ શેખ (ઉ.વ. ૩૭) મુંબઇ ખાતે મુલુંદ અમરનગર, દરગાહ રોડ, જયભવાની બાલ મંદિરની બાજુમાં, મુલુંદ કોલોનીથી મળી આવતા આરોપીને હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ગુન્હામાં અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp