વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીકથી પસાર થતી પતાળીયા નદી પરના પુલ પરથી આજે સવારે એક યુવાન કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક રહેતા મુનાભાઈ ઇસ્માઇલ સલાટ (ઉ.વ. ૩૨) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર આજે સવારે દસ વાગ્યાની આસપાસ માર્કેટ ચોક નજીક પાતાળીયા બ્રીજ પરથી પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108ના પાયલોટ રાજદિપસિંહ જાડેજા અને ઈએમટી સાગરભાઈ મેર ઘટના સ્થળે પહોંચી સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને માનસિક અસર હોવાની આ પગલું ભર્યું હોવાની માહિતી પરિવારજનો પાસેથી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp