વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીક આવેલ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નાણાં જમા કરાવવા માટે આવેલ નાની બચત અને એલઆઇસી એજન્ટની નજર ચૂકવી ગઠિયો કલા કરી ગયો હતો અને રોકડ રકમ તથા કિંમતી કાગળ ભરેલા થેલાની ઉઠાંતરી કરી નાસી જતાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય જે બાદ હાલ આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પોસ્ટ ઓફિસ તથા એલઆઇસીમાં એજન્ટ તરીકે કામ કરતાં ફરિયાદી જયેશભાઇ મુગટલાલ મહેતા (ઉ.વ. ૫૩, રહે. રસાલા રોડ, પ્રતાપ શેરી, વાંકાનેર) ગત તા. ૨૭ ના રોજ સવારમાં પોસ્ટ ઓફીસ ખાતે ગ્રાહકોના પૈસા જમા કરાવવા માટે ગયા હોય, ત્યારે એક અજાણ્યા ગઠીયાએ તેમની નજર ચૂકવી ટેબલ પર રાખેલ પર્સ જેમાં રોકડ રકમ રૂ. 30,900 તેમજ પોસ્ટની પાસબુક, એફડીના કાગળો, એટીએમ અને ચેકબુક રાખેલ હોય તે થેલાની ઉઠાંતરી કરી નાસી ગયો હોય, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોય, ત્યારે આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm