ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓએ નગરજનોની સુવિધા અને સુખાકારી માટે વિવિધ રજૂઆતો કરી આગામી બજેટ બેઠકમાં વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરવા માટે દરખાસ્તો નગરપાલિકાના પ્રમુખને મોકલી તેનો સમાવેશ કરવા રજૂઆતો કરવામાં આવી હોય, જે તમામ રજુઆતોને પાલિકા પ્રમુખ દ્વારા ફગાવી દેવામાં આવી હોવાનો આરોપ વિપક્ષના સભ્યોએ લગાવ્યો છે….
બાબતે પાલિકાની કામગીરી પર ગંભીર આક્ષેપો કરતા વિપક્ષી સદસ્યે જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરના નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને કામો અંગે વિપક્ષી સદસ્યો દ્વારા પાલિકાના પ્રમુખને ગત તા. ૨૯ના રોજ લેખિતમાં રજૂઆત કરી આગામી બજેટ બેઠકમાં આ તમામ પ્રશ્નોનો સમાવેશ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હોય, ત્યારે શહેરીજનોના હિતમાં કામ કરવાની ફરજ ધરાવતા શાસકો દ્વારા આ તમામ પ્રશ્નો અને રજૂઆતોની અવગણના કરી,
જવાબમાં પ્રમુખશ્રી દ્વારા જણાવેલ કે, નગરપાલિકાની સામાન્ય સભાની નોટિસ તા. 1 એપ્રિલથી તૈયાર કરવામાં આવેલ છે. સામાન્ય સભા તારીખ 8 એપ્રિલ ને મંગળવારના રોજ નક્કી કરવામાં આવી હોય માટે આપની અરજી હાલ ધ્યાને લઈ શકાય તેમ નથી. જે જવાબ વિપક્ષી સદસ્યો અને વાંકાનેર શહેરના નાગરિકોને ગળે ન ઉતરતા વિપક્ષી સભ્યોની જનહિતમાં દરખાસ્ત પ્રમુખે ફગાવી દીધી હોવાનો આક્ષેપો કરાતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે….