Saturday, September 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર સિનેમા સામે બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,...

    વાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર સિનેમા સામે બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પંચાસર ગામના વૃદ્ધનું મોત….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામેના સર્વિસ રોડ પર ગઈકાલ સાંજના સમયે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પંચાસર ગામના એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામેના સર્વિસ રોડ પર ગઈકાલ સાંજના સુમારે બે બાઈક ચાલકો સામસામે આવી જતા જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ઉસ્માનભાઈ મીમનજીભાઈ ભોરણીયા (ઉંમર: ૬૫ વર્ષ, રહેવાસી: પંચાસર) નામના વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં સામેના બાઈક ચાલક સુરેશભાઈને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!