Thursday, September 17, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી કોર્ટના સજા વોરંટમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરની ભાટીયા...

    મોરબી કોર્ટના સજા વોરંટમાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી ઝડપાયો…

    નામદાર કોર્ટના સજા વોરંટ હેઠળ પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા દોઢેક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં વાંકાનેર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીને વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી કોર્ટના એક ફોજદારી કેસમાં સજા પામેલ ફરાર આરોપી કેતનભાઇ હિમતભાઇ પરમાર (મૂળ રહે. તમ્મા ક્રિએશન, પટેલ ડ્રગ્સની બાજુમાં, વિશ્વપ્રેમી ફરસાણની સામેની ગલીમાં, અલંકાર ટોકીઝ પાસે, સુરેન્દ્રનગર) હાલ વાંકાનેરમાં હોય, જેમાં આરોપી કેતનભાઈ પરમાર વિરુદ્ધ મોરબીની નામદાર કોર્ટ દ્વારા સજા વોરંટ તેમજ નોન-બેલેબલ વોરંટ (NBW) ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ પકડથી બચવા માટે તે છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન, પોલીસે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાંથી આરોપી કેતનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!