વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી એક સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા ૨૫ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું આયખું ટૂંકાવી લીધું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી ‘સનસાઈન સેરા સિરામિક’ નામની ફેકટરીમાં કામ કરતા રાજુભાઈ અર્જુનભાઈ મહાકુંભ (ઉંમર વર્ષ ૨૫) નામના યુવાને ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



