વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં વસતા મોમીન સમાજના ધર્મગુરૂ(પીર) અને ખાનકાહે મોમીનશાહબાવા (રહે.)-ચંદ્રપુરના ગાદીપતિ અલ્હાજ પીર સૈયદ વિઝારતહુસેન બાવાસાહેબના આજરોજ 65માં જન્મદિવસની તેમના અનુયાયીઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી….
આ તકે વાંકાનેરના મોમીન યુવાનો દ્વારા દરગાહ કમ્પાઉન્ડમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાત્રે ૯ વાગ્યા સુધીમાં 200થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ધર્મગુરૂના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હોય અને હજુ પણ કતારોમાં ઉભેલા રક્તદાતાઓની લાગણીથી મોડી રાત્રી સુધી આ રક્તદાન કેમ્પ શરૂ રહેશે. આ સાથે જ વાંકાનેર પંથકમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 4500 થી વધુ બાળકોમાં અલ્પાહાર કીટ બનાવી તેનું વિતરણ કરી ભૂલકાઓને પણ ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો….
આજરોજની અન્ય સેવાકીય પ્રવૃતિમાં કલાવડી ગામના યુવાન દ્વારા પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવા 500થી વધુ ફૂલછોડના રોપાઓનું દરગાહ ખાતે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિંધાવદર ગામે શિફા દવાખાનામાં દર્દીઓ માટે ફ્રી નિદાન તથા ડાયાબિટીસ કેમ્પ તેમજ ચંદ્રપુર દરગાહ ખાતે નિઃશુલ્ક ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું….
આ તમામ સેવાકીય પ્રવૃતિઓને સફળ બનાવવા માટે વાંકાનેર વિસ્તારના મોમીન યુવાનો અને મારવેલ યંગ સોશિયલ ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી ધર્મગુરૂના જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પ્રેરણાદાયી ઉજવણી કરી અનોખી પહેલ કરી હતી. આ સાથે જ આ તકે અનુયાયીઓ દ્વારા ધર્મગુરૂના દીર્ઘાયુ અને તંદુરસ્તી માટે વિશેષ દુવાઓ પણ કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1