મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની મિલ પ્લોટ ફાટક નજીક આવેલ સ્વપ્નલોક સોસાયટીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ. 3.72 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરની મિલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટીમાં દરોડો પાડી ઇનોવા કાર નં. GJ 03 ER 6826માંથી આરોપી મુળરાજસિંહ નવલસિંહ ઝાલાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 156 નંગ બોટલ (કિંમત રૂ. 62,400), ઇનોવા કાર તથા એક મોબાઈલ સહિત કુલ રૂ. 3,72,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પુછપરછમાં દારૂના આ ધંધામાં આરોપી થોભણભાઈ (રહે. સુરેન્દ્રનગર)ની સંડોવણી ખુલતા પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….