વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે આવેલ વરથાળા તળાવનું રૂ. ૨૭.૮૧ લાખના ઇ રીપેર અને મેન્ટેનન્સ વર્કના કામનું ખાતમુહૂર્ત આજરોજ વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કામગીરી તરીકે નાની સિંચાઈ યોજનાની પાળનું જંગલ કટીંગ, માટીકામ અને પેચિંગ કામ કરવામાં આવશે, જેનાથી તળાવની પાળની મજબૂતાઇમાં વધારો થશે….
વાંકાનેર તાલુકામાં પિવાના પાણી અને સિંચાઈ માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પૂરજોશમાં કરવામાં આવતું હોય, ત્યારે ગામ લોકો અને આગેવાનોએ રાજ્ય સરકાર અને કેબિનેટ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm