વાંકાનેર શહેર નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર ઓવરબ્રિજ પાસેથી પસાર થતાં એક ડબલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઇક સવાર ગર્ભવતી મહિલા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસેથી પસાર થતાં એક ડબલ સવારી બાઈક નં. GJ 36 AE 8707 ને અજાણ્યા ટ્રક ચાલકે ગઈકાલે બપોરના સમયે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં વાંકાનેર શહેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને ભોજપરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ. 35) નું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું….
આ બનાવમાં મૃતક મહિલા શિક્ષિકા ગર્ભવતી હોય જેના કરૂણ મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે જ આ બનાવમાં મૃતક મહિલાના પતિ બાઈક ચાલક કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય (ઉ.વ. ૩૮) ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહે છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm