Thursday, August 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મેઈન બજારમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરનાર...

    વાંકાનેરની મેઈન બજારમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટી ચોરનાર મહિલા અને પુરુષ ઝડપાયા….

    વાંકાનેર શહેરની મેઈન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગત ૧૫મી ઓગસ્ટે ગ્રાહકના બહાને આવી વેપારીની નજર ચૂકવીને સોનાની બુટ્ટી ચોરી જનાર એક મહિલા અને પુરુષને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની મેઈન બજારમાં આવેલ દ્વારકાધીશ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ એક મહિલા અને એક પુરુષ ગ્રાહકના સ્વાંગમાં આવી દાગીના જોવાનું કહીને વેપારી કાનાભાઇ જોધાભાઇ ડાભીને વાતોમાં ભેરવી તેમની નજર ચૂકવીને ₹૮૧,૪૦૦ ની કિંમતની સોનાની એક જોડી બુટ્ટી ચોરી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા….

    આ મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, પોલીસના હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે અમરસર ફાટક નજીકથી ચોરી કરનાર બંને આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની પાસેથી ચોરાયેલી સોનાની બુટ્ટી રિકવર કરી હતી. જેમાં આરોપી તરીકે સંજયભાઇ કનુભાઇ વાળા (ઉ.વ. ૩૨, મૂળ રહે. પાણવી, તા. રાણપુર, જિ. બોટાદ. હાલ રહે. ખોડીયારનગર, બોટાદ) અને હર્ષાબેન જયેશભાઇ દયારામભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૧, મૂળ રહે. વસ્તડી, તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર. હાલ રહે. મંગળપરા હીપલી, બોટાદ)ને પોલીસે ઝડપી લીધા છે…

    પોલીસ તપાસમાં આરોપીઓની ચોરી કરવાની રીત સામે આવી છે. આ બેલડી એવી સોના-ચાંદીની દુકાનોને જ નિશાન બનાવતી હતી જ્યાં માત્ર એક જ દુકાનદાર હાજર હોય. તેઓ દાગીના જોવાના બહાને દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખી, ધ્યાન ભટકાવીને દાગીનાની ચોરી કરતા હતા…

    આ સફળ કામગીરી વાંકાનેર સીટી પી.આઈ. વી.એસ. સિધવ, પ્રોબેશનલ પી.આઈ. પર્વતકુમારી આર. સોલંકી, પી.એસ.આઈ. કે. એચ. ભોચીયા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!