Wednesday, August 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : વીડી જાંબુડીયાની સીમમાં ગેરકાયદેસર ફાયરકલે ખનન પર ભૂસ્તર વિભાગની તવાઈ,...

    વાંકાનેર : વીડી જાંબુડીયાની સીમમાં ગેરકાયદેસર ફાયરકલે ખનન પર ભૂસ્તર વિભાગની તવાઈ, એક એક્ષકેવેટર મશીન જપ્ત…

    વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસવા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે સપાટો બોલાવી વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં આકસ્મિક દરોડો પાડીને ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા એક એક્ષકેવેટર મશીનને ઝડપી પાડી અંદાજે રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વીડી-જાંબુડીયા ગામની સીમમાં ભેટ ચોકડી આસપાસના વિસ્તારમાં ફાયરકલેનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગને સ્થળ પર દરોડો પાડી પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન બિનઅધિકૃત રીતે ફાયરકલેનું ખનન કરતું રંગેહાથ ઝડપી પાડ્યુ હતું. તપાસ ટીમે અંદાજે રૂ. ૪૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક્ષકેવેટર મશીનના માલિક હળવદ તાલુકાના ખેતરડી ગામના રહીશ કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા સ મે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!