વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પાસેથી પસાર થતી મહા નદીમાં આજે સાંજના સુમારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. નદીના પાણીમાં અચાનક લાશ જોવા મળતા સ્થાનિક નાગરિકોએ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરી હતી….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ નજીકથી પસાર થતી મહા નદીમાંથી મળી આવેલા આ અજાણ્યા મૃતક પુરુષની ઉંમર અંદાજે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને જરૂરી પંચનામાની કાર્યવાહી કરી, લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા આવી છે.
હાલમાં આ મૃતક યુવાન કોણ છે? તે ક્યાંનો રહેવાસી છે? અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે – તે આકસ્મિક ડૂબી જવાથી થયું છે કે પછી કોઈ અન્ય કારણસર ? તેવા અનેક સવાલો ઉભા થયા છે. વાંકાનેર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતકની ઓળખ મેળવવા તેમજ મોતનું સચોટ કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



