વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ તળાવ પાસે દરોડો પાડી ખરાબમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક સગીરને ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં અન્ય એક આરોપી ફરાર હોય, જે બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ તળાવ પાસે ખરાબમાં દરોડો પાડી 28 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૧૦,૬૦૦) તથા 40 નંગ બીયરના ટીન (કિંમત રૂ. ૪,૦૦૦) સહિત કુલ રૂ. 14,600 ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી એક 17 વર્ષના સગીરને ઝડપી લીધો હતો, જ્યાર આ બનાવમાં અન્ય આરોપી મહેશ ઉર્ફે ભુરો ભનાભાઈ અણીયારીયા (રહે. લાકડધાર) ની સંડોવણી ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી બંને શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD