વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બોર્ડથી ગામ તરફ જતા રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રોકી તલાશી લેતા તેની પાસેથી ત્રણ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બોર્ડથી ગામ તરફ જતા રોડ પર આવેલ સેન્ટબેરી કારખાનાના સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી અજીતભાઈ બાબુભાઈ તકમરીયા (ઉ.વ. ૩૧, રહે. જાનીવડલા, તા. ચોટીલા)ને રોકી તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 03 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD