વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ નજીક રેલવે ફાટક પાસેથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હોય, જેમાં યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની રેલવે ફાટક નજીક ગઇકાલ બપોરના સમયે બાઇક લઇને પસાર થતા સલીમભાઈ વલીમામદભાઈ મુરડે (ઉ.વ. ૩૮, રહે. ધમલપર-૨, વાંકાનેર) નું બાઇક અચાનક સ્લીપ થઇ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm