
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે, જેમાં પોલીસે ચોક્કસ ખાનગી બાતમી અને પેટ્રોલિંગના આધારે અલગ-અલગ જગ્યાએ કાર્યવાહી કરીને એક્સ્કેવેટર મશીન અને ડમ્પરો સહિત કુલ રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણ ખનીજ વિભાગને સુપરત કર્યો છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે…
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હોય કે, ઓળ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થઈ રહ્યું હોય, જેના આધારે પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ખનીજચોરી કરતા SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સ્કેવેટર મશીન મળી આવ્યું હતું. આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ હોય દરમ્યાન ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો ઝડપી લીધા હતા.

આમ પોલીસે એક એક્સ્કેવેટર મશીન, ટાટા ડમ્પર નંબર GJ-10-TY-8381, અશોક લેલેન્ડ ડમ્પર નંબર GJ-03-CU-1991 અને GJ-03-BZ-0054 સહિત 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે ખાણ અને ખનીજ વિભાગને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






