વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી સમયે વિજય સરઘસમાં ફટાકડા કેમ ફોડયા કહી વાંકાનેરના માર્કેટ ચોકમાં એક યુવાન ઉપર મધ્યરાત્રીએ પાઇપ વડે બે ભાઈઓએ હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાન પરા વિસ્તારમાં રહેતા અને પુજા પાન વાળા કેવલ રાજેશભાઇ સુરેલાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી અમિતભાઈ અને વિશાલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના મિત્ર રાહુલ સાથે ગત તા.24ના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં સોડા પીવા જતા હતા ત્યારે માર્કેટ ચોકમાં આરોપીઓએ સામે જોઈ કાતર મારી ગાળો આપતાં તેઓ પાછા વળી આરોપી પાસે ગયા હતા અને ગાળો કેમ આપે છે ? તેમ પૂછ્યું હતું. જેથી બન્ને આરોપીઓએ કહ્યું હતું કે, વાંકાનેર નગર પાલિકાની ચૂંટણી સમયે કેમ વિજય સરઘસમાં ફટાકડા ફોડયા હતા. હવે આવી હોશયારી કરતો નહિ એમ કહી દુકાનમાંથી પાઇપ કાઢી માથામાં ફટકારી ઇજા પહોચાડી હતી. જેથી આ બનાવમાં પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1