Saturday, May 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના હસનપર ગામે સ્મશાન પાસે જુગારધામ પર પોલીસનો દરોડો : છ શખ્સો...

    વાંકાનેરના હસનપર ગામે સ્મશાન પાસે જુગારધામ પર પોલીસનો દરોડો : છ શખ્સો ઝડપાયા, એક ફરાર….

    વાંકાનેર શહેર નજીક આવેલા હસનપર ગામમાં સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસે ખાનગી બાતમીને આધારે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગારના પટમાંથી રૂ. ૧,૦૯,૩૩૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. જ્યારે એક આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હસનપર ગામે સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો એકઠા થઈને ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે જુગાર રમતા આરોપી ૧). વિપુલભાઇ ઠાકરશીભાઇ મિરાણી (ઉ.વ-૪૭, રહે- ભાટીયા સોસાયટી, તા.વાંકાનેર), ૨). કાનાભાઇ છેલાભાઇ સરૈયા (ઉ.વ- ૩૮, રહે- હશનપર), ૩). રમેશભાઇ ધીરૂભાઇ સાટકા (ઉ.વ- ૨૭, રહે- શક્તિપરા, હશનપર),

    ૪). સુનિલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ- ૨૫, રહે- નવાપરા, વાંકાનેર), ૫). હર્ષદભાઇ છગનભાઇ સુસરા (ઉ.વ- ૩૪, રહે- હશનપર), ૬). સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયા (ઉ.વ- ૨૫, રહે- મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેર)ને ઝડપી લીધા હતા, જ્યારે દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપી ૭). હકાભાઇ ઉર્ફે સીંધાભાઇ સતાભાઇ મુંધવા (રહે- હસનપર) નામનો શખ્સ સ્થળ પરથી નાસી ગયો હતો…

    પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૧,૦૯,૩૩૦ નો મુદ્દામાલ કબજે કરી, તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!