Friday, May 22, 2026
More
    Homeમુખ્ય સમાચારરાજકોટ એન.ડી.પી.એસ. કોર્ટનો ચુકાદો : 3.97 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીના જામીન...

    રાજકોટ એન.ડી.પી.એસ. કોર્ટનો ચુકાદો : 3.97 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીના જામીન મંજૂર….

    રાજકોટની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટે માદક પદાર્થ (ગાંજા)ના કેસમાં પકડાયેલા આરોપીની જામીન અરજી મંજૂર કરી તેને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. શાપર-વેરાવળ પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી.

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, શાપર-વેરાવળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોય દરમ્યાન તેમને માદક પદાર્થના વેચાણ અંગે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સર્વોદય સોસાયટીમાં આવેલા એક ભાડાના મકાનમાં દરોડો પાડી મકાનની ઓરડીમાં ઓઢવા-પાથરવાના ગોદડા નીચે છુપાવેલા એક ખાખી કલરના બોક્સમાંથી 3.972 કિલો વનસ્પતિજન્ય ગાંજો (કિંમત રૂ. ૧,૯૮,૬૦૦) મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક મહિલા અને એક પુરુષને ઝડપી લીધા હતા…

    આ કેસમાં પોલીસે આરોપી મહેન્દ્રભાઈ ભોલાભાઈ બારૈયા (રહે. સાવરકુંડલા) ની ગત તા. ૧૨/૦૩ ના રોજ ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીએ તેમના વકીલ મારફતે રાજકોટની નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી. આરોપીના બચાવપક્ષના વિદ્વાન વકીલ યુનુસ એ. ખોરજીયા દ્વારા કોર્ટમાં કાયદાકીય અને ધારદાર દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હોય, જેના આધારે નામદાર કોર્ટે આરોપી મહેન્દ્રભાઈ બારૈયાને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવમાં વિદ્વાન વકીલ યુનુસ એ. ખોરજીયા રોકાયેલા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!