ચોમાસામાં દર વર્ષની સમસ્યાએ ફરી ઉજાગર, સતત ધમધમતા જીનપરા રોડના ગાબડાંઓ કાયમી ઉકેલને ઝંખી રહ્યા છે…..
વાંકાનેર શહેરના સતત ધમધમતા જીનપરા રોડના નવિનીકરણ બાદ ભુગર્ભ ગટર તથા પાણી કનેક્શન માટે સીસી રોડને તોડવામાં આવેલ હોય, જેના કારણે રોડ પર ગાબડાં પડી જતા વર્ષોથી આ ગાબડાંઓ વાહનચાલકો માટે માથાનાં દુઃખાવા રૂપ બનેલા હોય, ત્યારે ચોમાસામાં આ ગાબડાંના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે….
દરમિયાન આજરોજ ગુરુવારે સવારે જીનપરા રોડ પર બેંક ઓફ ઇન્ડિયા સામે રોડ પર પડેલા ગાબડાંમાં અહીંથી પસાર થતી એક બરફ ભરેલ બોલેરો વાહન ફસાઇ ગયું હતું, જેમાં વાહનમાંથી માલ ઉતારી મહા મહેનતે બોલોરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હોય, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક જીનપરા રોડ પર પડેલા આ મસમોટા ગાબડાઓને પુરવા માટે યોગ્ય તસ્દી લઈ, આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવી રીતે કામગીરી કરવા વાંકાનેર પંથકના બહુમત નાગરિકો માંગ કરી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA