વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે આજરોજ ગુરુવારે બપોરના સમયે ગામ નજીક આવેલ ખેડૂતના ઢોર બાંધવાના વાડામાં રાખેલ સૂકા કડબના ઘાસચારા પર વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જૂના કણકોટ ગામ ખાતે આવેલ ખેડૂત સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં રાખેલ સુકા કડબ ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો. હાલ આજુબાજુના ખેડૂતો અને ગ્રામજનો આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા હોવાની વિગતો મળી રહી છે….