વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં ખેતમજૂરને રસ્તામાં ચાલવા મુદ્દે માર મારી એક શખ્સ છરી વડે હુમલો કરતાં વાડીના શેઠે છરી પકડી લેતાં ઈજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયાની વાડીમાં કામ કરતા જયેશભાઇ સાથે આરોપી રફીક જુમાભાઇ નામના શખ્સે રસ્તામાં ચાલવા અંગે ઝઘડો કરી માર મારતા જયેશભાઈએ શેઠ જીતેશભાઈને ફોન કરતા તેઓ બનાવ સ્થળે આવતા આરોપી રફીક છરી લઈને મારવા દોડતા જીતેશભાઈએ છરી પકડી લેતા તેમને ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી રફીક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L