Tuesday, March 18, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી ૧૧ ઓક્ટોબરના રોજ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે....

    વાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી ૧૧ ઓક્ટોબરના રોજ ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે….

    રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા આગામી તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઈ.ટી.આઈ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી વિવિધ ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ,

    તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ આ ભરતી પ્રક્રિયામાં હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!