વાંકાનેર વિસ્તારમાં માલઢોરની ચોરી કરતી ગેંગ સક્રિય…: રસીકગઢ ગામેથી 31 અને જોધપર ગામેથી 8 ઘેટા-બકરાની ચોરી….
વાંકાનેર પંથકમાં પશુપાલકોના માલઢોરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં એક જ રાત્રીમાં વાંકાનેરના જોધપર અને રસીકગઢ ગામે બે પશુપાલકોના વાડામાંથી લાખોની કિંમતના કુલ 39 જેટલા ઘેટાં-બકરાની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બંને પશુપાલકોએ બનાવની જાણ પોલીસને કરી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રસીગઢ ગામના પશુપાલક ઈસ્માઈલભાઈ હાજીભાઈ ખોરજીયાની નેશનલ હાઇવેથી રસીગઢ ગામની વચ્ચે લાલપરની સીમમાં આવેલ વડીએ ઘેટા-બકરા ઉછેર માટે ફાર્મ બનાવેલ હોય, જેમાથી કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રીના સમયે ફાર્મની જારી તોડી 6 ઘેટાં તથા 25 જેટલા બકરા મળી કુલ 31 નંગ ઘેટા-બકરા જેની કિંમત અંદાજે 4.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી આ મામલે પશુપાલકએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવી છે…
જ્યારે આ જ રાત્રીના વાંકાનેરના જોધપર ગામે પશુપાલક શેરસીયા અબ્દુલહમીદ અલાવદીભાઈના નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પાસે આવેલ ફાર્મમાંથી અજાણ્યા ઇસમો દ્વારા ઘુસણખોરી કરી 4 ઘેટા અને 4 બકરા મળી કુલ 08 નંગ ઘેટા-બકરા જેની કિંમત અંદાજે 1.4 લાખની ચોરી કરવામાં આવી હોય જેની પશુપાલકએ વાંકાનેર તાલુકા પોલીસમાં અરજી કરી હોય, જેથી હાલ આ બંને બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L