વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂમમાં રાખેલ 27 વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ગઇકાલે રાત્રીના વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી ચેતનભાઈ ધીરજલાલ કુણપરા (ગાયત્રી મંદિર સામે, વાંકાનેર) અને કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે. આરોગ્યનગર, વાંકાનેર)ને અલગ અલગ બ્રાન્ડની 27 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૧૦,૯૯૫) તથા એક એક્ટીવા બાઇક સહિત કુલ રૂ. 40,995 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp