Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી અંગે...

    વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ….

    સેનાપતિશ્રીની કચેરી, રા. અ. પો. દળ. જુથ-૧૩, ઘંટેશ્વર (રાજકોટ)ની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘એફ’, હેડ ક્વાર્ટર તથા એમ.ટી કંપનીના અધિ.શ્રી/જવાનોની વર્ષ-૨૦૨૪ના પ્રથમ તબક્કાની અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તા. ૦૪-૦૩-૨૦૨૪ થી તા. ૧૫-૦૩-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે…

    આ જાહેરનામાં અનુસાર વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!