વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ પર આવેલ હોટલ દ્વારકાધીશ નજીકથી પોલીસે બાઇક પર બિયરના ટીનની હેરાફેરી કરવા નિકળેલ એક બાઇક ચાલકને 48 નંગ બીયરના ટીન સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ હોટલ દ્વારકાધીશ પાસેથી પસાર થતા એક શંકાસ્પદ બાઈક નં. GJ 36 AD 3690 ના ચાલક જગદીશ ઉર્ફે વનરાજ ગેલાભાઈ ભૂસડીયા (ઉ.વ.૩૧, રહે.જુના ઢુવા)ને રોકી તલાશી લેતા તેની પાસે રાખેલ એક પ્લાસ્ટિકના બાચકામાંથી 48 નંગ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે આ બનાવમાં આરોપીની પુછતાછ કરતાં બિયરનો જથ્થો અન્ય આરોપી રામજી ઉર્ફે અજય ધીરુભાઈ ભૂસડીયા (રહે.મેસરિયા) પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપી રામજી ઉર્ફે અજયને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે….