Thursday, October 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની રાતીદેવળી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા રાજ્યસભા સાંસદ, અમરચરિત્ર ગાથાનું વિશેષ નિદર્શન....

    વાંકાનેરની રાતીદેવળી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા રાજ્યસભા સાંસદ, અમરચરિત્ર ગાથાનું વિશેષ નિદર્શન….

    વાંકાનેરની રાતીદેવળી પ્રાથમિક શાળા ખાતે આજેરોજ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત સાંસદની ગ્રાન્ટ માંથી નિર્મિત કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય પુર્ણ થતા શાળા પરિવાર દ્વારા સાંસદનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

    સાંસદની આ મુલાકાત દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક સૌષ્ઠવ અને શિસ્તના દર્શન કરાવતા અંગ કસરતના વિવિધ દાવ તેમજ અવનવી રમતો રજૂ કરી હતી. ઉપરાંત “અમરચરિત્ર ગાથા” વિષય પર બાળકોએ વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરી વાંકાનેરના રાજવી અમરસિંહ બાપુના જીવનને પુનઃ નિદર્શીત કર્યું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!