Tuesday, September 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : રાતીદેવડી આયુષ્માન આરોગ્ય મંદિર અને આંગણવાડી ખાતે 'પોષણ માસ સપ્તાહ'ની...

    વાંકાનેર : રાતીદેવડી આયુષ્માન આરોગ્ય મંદિર અને આંગણવાડી ખાતે ‘પોષણ માસ સપ્તાહ’ની ઉજવણી કરાઈ…..

    વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરની આંગણવાડી ખાતે સોમવારે ‘પોષણ માસ સપ્તાહ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને સુખાકારી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી સગર્ભા માતાઓ, ધાત્રી (સ્તનપાન કરાવતી) માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વસ્થ અને નિરોગી જીવન માટે રોજિંદા ભોજનમાં કેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ, તે અંગે નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું….

    આ ઉપરાંત, આરોગ્ય વિભાગની વિશેષ ટીમ દ્વારા આંગણવાડીના તમામ બાળકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનું વજન અને ઊંચાઈ માપવાની સાથે-સાથે અન્ય રોગો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી બાળકોના શારીરિક વિકાસની સાચી માહિતી મેળવી શકાય. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય ફારુકભાઈ કડીવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!