Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે...

    વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ મકવાણાની નિમણૂક કરાઇ…..

    લાંબી ગુંચવણો અને જુથવાદ વચ્ચે અંતે પ્રદેશ ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરાઇ ; સંગઠનમાં સંસદસભ્ય જુથનો હાથ ઉપર, ધારાસભ્ય જુથને પછડાટ….

    વાંકાનેર ભાજપમાં લાંબા સમયથી ભાજપમાં જુથવાદ ચરમશીમાએ પહોંચ્યો છે, જેમાં દરેક વિષયમાં વાદવિવાદના કારણે મોરબી જિલ્લામાં વાંકાનેર શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી ટલ્લે ચડી હોય, ત્યારે આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે….

    આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી) તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા (ગાંગીયાવદર)ની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી ચરમશીમાએ પહોંચેલા વાંકાનેર ભાજપના જૂથવાદમાં સાંસદ સભ્ય જૂથનો હાથ ઉપર રહ્યો અને ધારાસભ્ય જૂથને પછડાટ મળી હોવાની ચર્ચાઓ તેજ બની છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!