વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રહેણાંક મકાનની સામે આવેલ વાડામાં દરોડો પાડી 11 બોટલ વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામે બીપીએલ સોસાયટીમાં આરોપી ચેતનભાઇ અશોકભાઈ વાટુકિયા (ઉ.વ. ૨૪)ના રહેણાંક મકાનની સામે ખરાબમાં આવેલ વાડામાં દરોડો પાડી 11 બોટલ વિદેશી દારૂ સાથે આરોપી ચેતનને ઝડપી પાડી તેની વિરુદ્ધ તાલુકા પોલીસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1