Wednesday, October 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરતાનપર ગામ નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાઇ યુવકે જીવન ટુંકાવ્યું....

    વાંકાનેરના સરતાનપર ગામ નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાઇ યુવકે જીવન ટુંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલા એક સિરામિક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. યુવાનના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલા ‘એમ્બો’ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ૨૪ વર્ષીય ગોબિંદા નબીન હેમરમ નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાની બહાર આવેલા એક ઝાડ સાથે પોતાનો રૂમાલ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો….

    આ બનાવની જાણ થતાં જ કારખાનામાં હાજર કમલભાઈ નામના વ્યક્તિએ તાત્કાલિક યુવાનને નીચે ઉતારીને ગંભીર હાલતમાં સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાનનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!