વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત દલિત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી, જે શોભાયાત્રામાં સમગ્ર વાંકાનેર પંથકમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા….
આજરોજ આંબેડકર જયંતિ નિમિત્તે શહેરના કુંભારપરા ચોક ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના રાજમાર્ગો પર આગળ વધી હતી. જેમાં ભારત રત્ન ડૉ. બાબા સાહેબની પ્રતિમા સાથે રથ અને ધ્વજ સાથે નાગરિકો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા, જે બાદ આંબેડકર નગર ખાતે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી….
વાંકાને વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1