વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીડી / વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ / એલસીબી ટીમ દ્વારા અમદાવાદના અસલાલી સર્કલ પાસેથી ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૨ માં નોંધાયેલ વિશ્વાસઘાત / છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપી પવનકુમાર રામાઅવતાર શર્મા (ઉ.વ. ૪૨, રહે. કાકરા બરોદ, રાજસ્થાન) ને મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ / એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે અમદાવાદના અસલાલી સર્કલ પાસેથી ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L