વાંકાનેર શહેર ખાતે એક યુવાનના ભાઇ સાથે વિસ્તારમાં ન આવા બાબતે એક શખ્સએ બોલાચાલી કરી હોય, જે બાબતે સમાધાન કરવા ગયેલ યુવાન અને સાહેદ પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી, ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૩, રહે. શિવાજી પાર્ક, ભાટીયા સોસાયટી)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ઇનાયત ઉર્ફે ઈલુ (રહે લક્ષ્મીપરા) અને અલાઉદ્દીન સમા (રહે. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ચાર-પાંચ દિવસ પહેલા ગ્રીન ચોક ખાતે ફરિયાદીના ભાઈ તથા તેના મિત્ર સાથે આરોપી ઇનાયતએ તેના વિસ્તારમાં નહીં આવવા બાબતે બોલાચાલી કરી હોય, જેથી આ બાબતે સમાધાન માટે ફરિયાદી યુવાન તથા સાહેદ ઓમદેવસિંહ લક્ષ્મીપરા જમાતખાના પાસે આરોપી સાથે વાત કરવા જતાં,
દરમિયાન આરોપી અલાઉદ્દીન સમા કારમાં આવી ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા આરોપી ઇનાયતે છરી વડે હુમલો કરી ફરિયાદીની ડાબી આંખની સાઈડમાં છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી, જેથી આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp