વાંકાનેર શહેર ખાતે આજરોજ રવિવાર શિવાજી સેના-વાંકાનેર દ્વારા અમરસિંહજી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 35 દિકરીઓના સમુહલગ્નમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ તકે શિવાજી સેના દ્વારા લગ્નગ્રંથિથી જોડાતી તમાભ દિકરીઓને કરિયાવર સહિતની ભેટ આપવામાં આવી હતી…
શિવાજી સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીની આગેવાનીમાં યોજાયેલ આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં કાળાસર જગ્યાના મહંત વાલજી બાપુ, મહંત વિરજી ભગત, મહંત ખોડુંદાસ બાપુ, કરણી સેના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા,
વાંકાનેર બાર એસોશિયન પુર્વ પ્રમુખ અનિરૂદ્ધસિંહ ઝાલા, મોરબી જિલ્લા કરણી સેના ઉપપ્રમુખ પ્રદ્યુમ્નસિંહ વાળા, સેવા સમિતિ દાનાભાઈ ભેરડા, રમેશભાઈ રોજાસરા, કિશોરભાઈ વીંઝવાડિયા, હિતેશભાઈ (હોલમઢ) તેમજ સમગ્ર લગ્નોત્સવ આયોજક અર્જુનસિંહ વાળા, કાનભાઈ ગોરીયા,અલ્પેશભાઈ ગોહિલ સહિતના ઉપસ્થિત રહી દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp