વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ઘનશ્યામસિંહ લખુભા ઝાલા(દેવમણી) પરિવારમાં લગ્ન પ્રસંગ હોય, જે નિમિત્તે સૌપ્રથમ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ભોજન કરાવી તથા ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો અર્પણ કર્યા બાદ લગ્ન પ્રસંગનો પ્રારંભ કરી પ્રસંગની પ્રેરણાદાયી ઉજવણી સાથે ભારતીય સંસ્કૃતિ અને પરં૫રાને પ્રજવલ્લિત કરવામાં આવી હતી…
ગત તા. ૧૭ ના રોજ વઘાસીયા ગામ ખાતે યોજાયેલ જયુભા લખુભા ઝાલાના દિકરા ખોડુભા ઝાલાના લગ્ન પ્રસંગની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજની જૂની પરંપરા મુજબ વરરાજાની હાથીની અંબાડી પર જાજરમાન ગજયાત્રા યોજાઇ હતી, જેમાં સમસ્ત વઘાસીયા ગામના નાગરિકો જોડાયા હતા. આ લગ્ન પ્રસંગ નિમિત્તે ઝાલા પરિવાર દ્વારા ગામની પ્રાથમિક શાળાના ૧૬૪ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જમાડી ભોજન સમારંભનો પ્રારંભ કર્યો હતો, આ સાથે જ પ્રસંગમાં આવેલ સંપૂર્ણ ચાંદલાની રકમ ગૌ-શાળાને અર્પણ કરી ગૌધનને લીલું ઘાસ નાખી પ્રસંગની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp