Wednesday, July 16, 2025
More
    Homeમુખ્ય સમાચારચુંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેરની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો...

    ચુંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેરની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો બિનહરીફ…..

    વાંકાનેર તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી માટે બ્યુંગલ વાગી રહ્યા છે, ત્યારે આજરોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યો સહિત સમગ્ર બોડી બિનહરીફ બની છે….

    વાંકાનેરની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તથા સભ્યો સહિત તમામ પદો માટે એકમાત્ર ફોર્મ ભરાતા આ ત્રણેય ગ્રામ પંચાયતોને સંપૂર્ણ બિનહરીફ બની છે, જેમાં આવતીકાલ મંગળવારે ફોર્મ ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ તંત્ર દ્વારા બિનહરીફ સરપંચ તથા સભ્યોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે….

    વાંકાનેરના ચંદ્રપુર ગામમાં સહકારી આગેવાન જલાલભાઈ શેરસીયાની આગેવાનીમાં સરપંચ તરીકે હલુબેન જલાલભાઈ શેરસીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્યોમાં ૧). શેરસિયા સુગરાબાનું ઈસ્માઈલભાઈ, ૨). પિંડાર કુસુમબેન ઉસ્માનભાઈ, ૩). શેરસીયા હુરબાઈ જલાલભાઈ, ૪). મકવાણા મનુભાઈ હિરજીભાઈ, ૫). ખોરજીયા ફિરોઝાબેન ઈરફાનભાઇ, ૬). કડીવાર જાહેદા આહમદભાઈ, ૭). ખોરજીયા સાદીક ફતેભાઈ, ૮). મરડિયા ઉસ્માનભાઈ નુરમામદ, ૯). પરાસરા મામદભાઈ વલીભાઈ અને ૧૦). શેરસીયા જલાલભાઈ અલીભાઈ બિનહરીફ બન્યા છે…

    વાંકાનેરની ગારીયા ગ્રામ પંચાયતમાં પુર્વ સરપંચ પુષ્પરાજસિંહ વાળાની આગેવાનીમાં તેમની પેનલમાંથી સરપંચ તરીકે પુનમબા ગિરિરાજસિંહ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્ય તરીકે પરસોત્તમદાસ પિતાંબરદાસ રાઠોડ, રેખાબેન સાગરભાઈ રોજાસરા, અરવિંદભાઈ મહિપતભાઈ સરવૈયા, મનસુખભાઈ વાલજીભાઈ થુલેટીયા, નિઝામબાદ ધર્મેન્દ્રસિંહ વાળા, રૂપાબા લકીરાજસિંહ વાળા, મીનાબા રસિકસિંહ વાળા, શૈલેષભાઈ સોમાભાઈ વહાનીયાની વરણી કરવામાં આવી છે….

    ધર્મનગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાંતાબેન ગોવિંદભાઈ મકવાણા બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે સભ્યોમાં ૧). પ્રિતેશભાઈ વિનોદભાઈ સોલંકી, ૨). માધવીબેન રાજનભાઈ મહેતા, ૩). રીટાબેન રજનીકાંતભાઈ પિલોજપરા, ૪). મહેન્દ્રભાઈ દેવકરણભાઈ કણસાગરા, ૫). મંજુબેન કનાભાઈ સોડમિયા, ૬). ગીતાબેન કેશુભાઈ વાઘેલા, ૭). ઉત્તમભાઈ નરશીભાઈ સરાવડિયા, ૮). અકબરભાઈ અલીભાઈ દલપોત્રા બિનહરીફ બન્યા છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!