વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએસસી હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખીજડીયા ખાતે આજરોજ 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અફસાનાબેન ખોરજીયા, FHW મકસુદાબેન માથકીયા, MPHW શશીકાંતભાઈ મકવાણા તથા આશાવર્કર બહેનો દ્વારા તમાકુ, ગુટકા, પાન, માવાથી થતી આરોગ્યની ખરાબ અસરો વિશે ગ્રામજનોને સમજાવી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તમાકુ છોડવા અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા…
વાંકાનેરના ખીજડીયા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ….
RELATED ARTICLES