રોજબરોજ વઘાસીયા ટોલનાકા ખાતે સર્જાતા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, હેવી વાહનો પર લગામ અનિવાર્ય….
વાંકાનેરના વઘાસિયા ટોલનાકું અકસ્માત ઝોન સાથે ડેન્જર જોન સાબિત થઈ રહ્યું છે, જેમાં રોજબરોજ ટોલનાકાની આજુબાજુનામાં થતા અકસ્માતોમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોએ કોઈ જીવ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ગાંગીરાવદર ગામના 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર પર આફતોનો આભ તુટી પડ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી પસાર થતા એક બાઈક નં. GJ 03 FS 9056 ને વૃંદાવન હોટલ સામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં વાંકાનેરના ગાંગીયાવદર ગામના જયદીપભાઈ દિપકભાઈ ખીમાણી (ઉ.વ. ૧૯) નામના યુવાનનું કરુણ મોત થયું હતું, જેથી આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર પર આફતોનો આભ તુટી પડ્યો છે.
આ બનાવમાં અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાશી જતા હીટ એન્ડ રનના બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ દિપકભાઈ ખીમાણીએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…