Tuesday, June 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો, વિજળીના કડાકાભડાકા સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ...

    વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો, વિજળીના કડાકાભડાકા સાથે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ…..

    ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સાંજથી જ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સાંજે સાત વાગ્યા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના સુસવાટા તથા વિજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેનાથી વાંકાનેર પંથકના નાગરિકોમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં આજરોજ શનિવારે સાંજે 7:00 વાગ્યા બાદ અચાનક પલટો આવતા પ્રથમ ભારે પવનના સુસવાટા બાદ વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદના કારણે સમગ્ર પંથકમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. અચાનક આવેલા વાતાવરણના પલટાથી નાગરિકો સહિત જવાબદાર તંત્રમાં પણ ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!