વાંકાનેર મામલતદાર તથા પોલીસ તંત્રને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ખનીજચોરી બંધ કરાવવા માંગ કરાઇ…
વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ બેફામ બની દિનદહાડે ખુલ્લેઆમ બેરોકટોક પણે ખનીજ ચોરી કરી રહ્યા છે, ત્યારે તંત્રની મીઠી નજર તળે બેખોફ બનેલા આ ખનીજ માફીયાઓ દ્વારા ખનીજ ચોરી ભરેલાં વાહનો રહેણાંક વિસ્તારમાંથી બેફામ ચલાવી અવારનવાર ગ્રામજનો સાથે તકરાર કરી રહ્યા હોય અને સમજાવવા જતાં ગ્રામજનોને ખનીજ માફીયાઓ ધમકાવતા હોય,
ત્યારે આ સમસ્યાથી કંટાળેલા તિથવા કુબા વિસ્તારના ગ્રામજનો વાંકાનેર મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારશ્રીને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક આ ખનીજ માફીયાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી તિથવા પંથકમાં ચાલતી બેફામ ખનીજચોરી બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm