Friday, April 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેરની તીથવા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો : ઉમેદવાર મહેબૂબભાઈ કડીવારની...

    વાંકાનેરની તીથવા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો : ઉમેદવાર મહેબૂબભાઈ કડીવારની મજબૂત દાવેદારી…

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે રાજ્યભરની સાથે વાંકાનેર વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને વાંકાનેરની તીથવા જિલ્લા પંચાયત બેઠક, જે કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે, ત્યાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પર પીપળીયા રાજ ગામના લોખંડી અને લોકપ્રિય નેતા મહેબુબભાઈ આહમદભાઈ કડીવારને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા તિથવા સીટ પર કોંગ્રેસની તરફેણમાં એકતરફી લોકજુવાળ જોવા મળી રહ્યો છે….

    તિથવા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેબૂબભાઈ કડીવારના નામની સત્તાવાર જાહેરાત થતાં જ આ વિસ્તારના મતદારોમાં ભારે ખુશી અને નવી આશા જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે, લાંબા સમયની રાજકીય સફર દરમ્યાન જનતા વચ્ચે રહેતા નેતાને ટિકિટ મળવાથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે. યુવાનોથી લઈને વડીલોમાં આ જાહેરાત બાદ એક નવી ઉર્જાનો સંચાર થયો છે.

    કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવનાર પૂર્વ સરપંચ મહેબૂબ કડીવારની અત્યાર સુધીની રાજકીય સફર ખુબ જ પારદર્શક અને લોકો સાથે જોડાયેલી રહી છે. તેઓ સતત પ્રજાની વચ્ચે રહીને વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર નેતા તરીકેની સમગ્ર વિસ્તારમાં એક આગવી અને મજબૂત ઓળખ ધરાવે છે. કોઈપણ સામાન્ય નાગરિકના કામ માટે હંમેશા અગ્રેસર રહેતા મહેબૂબભાઈની છબી એક સેવાભાવી અને કાર્યક્ષમ નેતા તરીકેની રહી છે. ચૂંટણીનો પ્રચાર જેમ જેમ આગળ વધી રહ્યો છે, તેમ તેમ મહેબૂબભાઈ કડીવારને મળી રહેલું જનસમર્થન જોતા તીથવા બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે હોવાનું રાજકીય નિષ્ણાતો પણ માની રહ્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!