
વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પર એક સ્થાનિક વાહન ચાલકે ટોલ ટેક્સ ન ભરી દાદાગીરી કરી ટોલનાકાનું બૂમ બેરિયર તોડી ફરજ પરના કર્મચારીને ગાળો ભાંડી, માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાહન નંબર GJ-10-TY-0847 ના ચાલક સંજયસિંહ ઝાલા (રહે. વઘાસીયા, તા. વાંકાનેર)એ પોતાની કાર વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે લઇ આવી ટોલ ટેક્સ ચૂકવ્યા વિના જ બળજબરીપૂર્વક પોતાની કાર પસાર કરી ટોલબૂથના બૂમ બેરિયરને નુકસાન પહોંચાડ્યું હતું…

આ મામલે ફરજ પરના ટોલબૂથ કર્મચારીએ તમને રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલક સંજયસિંહે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી, ઉશ્કેરાઈ જઈને ફડાકા ઝીંકી દેતા આ મામલે પ્લાઝાના મેનેજરે કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






