વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં જુના બાંધકામની દીવાલ તોડતી વેળાએ અચાનક દીવાલ ધસી પડતા દીવાલ નીચે દબાઇ જવાથી શ્રમિક યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ નિધિ માઇક્રોન સિરામિક નામની ફેક્ટરીમાં જૂનું બાંધકામ તોડતી વેળાએ શ્રમિક યુવાન ચંદન બજરંગી કશ્યપ (ઉ.વ. ૨૧, રહે. મુળ ઉતરપ્રદેશ) ઉપર અચાનક દીવાલ ધસી પડતા યુવાનને માથામાં ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65