ત્રણ યુવાનોને નવી કારના બુકિંગ માટે અલગ અલગ ટ્રાન્જેક્શનથી પૈસા મેળવી ત્રણ શખ્સોએ છેતરપિંડી આચરી, પોલીસ ફરિયાદ નોંધાઈ…
મોરબી જીલ્લામાં અલગ અલગ પ્રકારે ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, છતાં પણ જાગૃત નાગરિકો બેદરકારી કે લાલચ દાખવી અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી પરસેવાની કમાણીના રૂપીયાનો બગાડ કરતા જણાઇ રહ્યા છે, ત્યારે ફ્રોડનો વધું એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં વાંકાનેરના સરધારકા ગામના વતની યુવાન સહિત ત્રણ મિત્રોને મારૂતિ સુઝુકી Fronx કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી ત્રણ ઇસમોએ પોતાના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન દ્વારા યુવક ડાઉન પેમેન્ટ પેટે કુલ 9.51 લાખની રકમ મેળવી ખોટો દસ્તાવેજ ઉભો કરી કાર નહી આપી છેતરપીંડી આચરતા આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા જયદીપભાઈ જીવરાજભાઈ ડાભી (ઉ.વ.૨૮)એ આરોપી ૧). SBI BANK A/C NO.0000 0043101573296 ના ધારક મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, ૨) CENTRAL BANK OF INDIA A/C NO.1612309642ના ધારક નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને ૩). SBI BANK A/C NO.41575640305ના ધારાક મયુરસિંહ કરણસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે,
આરોપીએ ફરીયાદી તથા તેમના મિત્રોને મારૂતી સુઝુકી Fronx કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસે તથા સાહેદો પાસે આરોપીઓએ પોતાના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેસન દ્વારા ફરીયાદી પાસે ગાડીના ડાઉન પેમેન્ટના કુલ રૂ.૧,૬૧,૦૦૦ તથા સાહેદ મહેશભાઇ પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્સન દ્વારા કુલ રૂ. ૩,૯૫,૦૦૦ અને સાહેદ રવીભાઇન મેરના કુલ રૂ. ૩,૯૫,૦૦૦ સહિત કુલ રૂ. 9,51,000 પોતાના એકાઉન્ટમાં મેળવી લઇ સાહેદોને કોઇ પણ ઇલેક્ટ્રોનીક ડીવાઇઝ મારફતે કીરણ મોટર્સમાં ડાઉનપેમેન્ટ ભર્યા અંગેની પહોંચ તથા સહી સીક્કો કરેલ ખોટી પહોંચ બનાવી વોટ્સએપમાં મોકલી ખોટો દસ્તાવેજ ઉભો કરી કાર નહી આપી છેતરપીંડી કરતાં આ મામલે પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1