છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના મહિકા ગામે ગતરાત્રીના ખેડૂતના ઘર ઘૂસી એક દિપડાએ ઘેટાનું મારણ કરી મિજબાની માણી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પાસે અજવા કોમ્પલેક્ષ પાછળ સોસાયટીમાં રહેતા બાદી ઇલ્મુદ્દીન દોશમામદભાઈ (કેજીએન પાન) નામના ખેડૂતનાં ઘરે ગતરાત્રીના પાંચ ફુટ ઉંચી દિવાલ કુદી દિપડો ઘરમાં ઘૂસી ફળીયામાં બાંધેલ એક ઘેટાનું મારણ કરી મિજબાની માણી હતી, જેમાં સવારે ઘરના સભ્યો ઉઠતા જ બાબતની જાણ થઈ હતી. જેથી અત્યાર સુધી સીમ વિસ્તાર પુરતા સીમિત રહેતા જંગલ પ્રાણીઓ ગામમાં પ્રવેશ કરતાં વિડી વિસ્તારની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે...
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD